SHRINIVAS RAMANUJAN | શ્રીનિવાસ રામાનુજન | श्रीनिवास रामानुजन

ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ  અય્યંગર રામાનુજન ભારતીય ગણિતજ્ઞ


               શ્રીનિવાસ રામાનુજન

        ૨ ડિસેમ્બર ૧૯૮૭ના રોજ તમિલનાડુના કોયંબતુરના એક નાનકડા ગામમાં શ્રીનિવાસ અય્યંગર રામાનુજનનો જન્મ થયો હતો. તે બાળપણથી જ વિશેષ બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. રામાનુજનને પ્રશ્નો પુછવા ખૂબ ગમતા હતા. તેના અટપટા પ્રશ્નો ક્યારેક ક્યારેક શિક્ષકોને પણ મુંઝવણમાં મુકી દેતા હતા. જેમ કે,  સંસારમાં પ્રથમ પુરૂષ કોણ હતો? પૃથ્વી અને વાદળો વચ્ચે કેટલું અંતર છે? શાળા છોડ્યા પછીના પાંચ વર્ષો એમના માટે ખૂબ હતાશા ભરેલાં રહ્યાં.  રામાનુજનને ઈશ્વર પર અતુટ વિશ્વાસ અને ગણિત પર પૂરો ભરોસો હતો  અને તે વિશ્વાસ અને શ્રદ્ધા એ જ તેને પોતાના કર્તવ્ય માર્ગ પર ચાલવાની હંમેશાં પ્રેરણા આપી. નામગિરી દેવી રામાનુજનના પરિવારના ઈષ્ટદેવી હતાં. એના પરના અતુટ વિશ્વાસે એને ક્યાંય અટકવા ન દીધા અને તે વિકટ પરિસ્થિતિમાં પણ ગણિત પરનાં પોતાના શોધ કાર્યોને ચાલુ રાખી શક્યા. આ સમયે રામાનુજનને ટ્યુશન ક્લાસમાંથી માત્ર પાંચ રૂપિયા માસિક કમાણી થતી હતી અને તેમાંથી જ તે ગુજરાન ચલાવતા હતા. 

        રામાનુજનનો આ જીવનકાળ ખૂબ કષ્ટ વાળો અને દુઃખથી ભરેલો હતો. તેમની લથડતી તબિયત બધાના માટે ચિંતાનો વિષય બની ગયો હતો અને ત્યાં સુધી તેમની તબિયત ખરાબ હતી કે ડોક્ટરોએ પણ હવે હાથ નીચે કરી દીધા હતા. અંતમાં રામાનુજનનો અંતિમ સમય આવી જ ગયો અને ૨૬ એપ્રિલ ૧૯૨૦ના વહેલી સવારે જ તેઓ ચેતનહિન થઈ ગયા અને બપોર થતાં થતાં જ તેમણે પ્રાણ ત્યાગ કર્યાં.  આ સમયે રામાનુજનની ઉમર માત્ર ૩૩ વર્ષની હતી. તેમનું અકાળે અવસાન એ ગણિત જગત માટે ક્યારેય ન પુરાય એવી ખોટ હતી. દેશ વિદેશમાં જેમણે પણ રામાનુજનના અવસાનના સમાચાર સાંભળ્યા તે બધા જ શોકમાં સરી પડ્યા.

       આજના ટેક્નોલોજી અને આધુનિક વિજ્ઞાનના યુગમાં તેમની ગણતરી મહાન ગણિતજ્ઞમાં કરવામાં આવે છે. રામાનુજનને ગણિત વિષયનું કોઈ વિશેષ શિક્ષણ ન મળવા છતાં પણ એમણે વિશ્લેષણ અને સંખ્યા સિદ્ધાંતોમાં મોટું યોગદાન આપ્યું છે. તેમણે પોતાની વિશેષ પ્રતિભા અને અભ્યાસની લગલનથી માત્ર ગણિત ક્ષેત્રે અદ્ભુત આવિષ્કાર કર્યો છે અને ભારત દેશને વિશ્વ ભરમાં ગૌરવ પ્રદાન કરાવ્યું છે. એણે પોતાની જાતે ગણિત શીખ્યું અને પોતાના નાનકડા જીવનકાળમાં ગણિતના ૩૮૮૪ પ્રમેયોનું સંકલન કર્યું. જેમાંથી મોટાભાગના પ્રમેયોને સાચા ઠેરવવામાં આવી ચુક્યા છે. એમણે ગણિતના થોડા જ્ઞાન અને બીજગણિત પ્રકલનની ઉંચી પ્રતિભાના બળ પર ઘણા બધા મૌલિક અને અપારંપારિક પરિણામો આપ્યાં જેના પર આજે પણ શોધકાર્ય થઈ રહ્યું છે. છતાં પણ તેમણે શોધેલા કેટલાક નિયમોને ગણિતમાં સ્થાયી રીતે હજુ પણ સમાવિષ્ટ કરવામાં નથી આવ્યા. હાલમાં તેમના સુત્રોને ક્રિસ્ટલ વિજ્ઞાનમાં પ્રયોજવામાં આવ્યાં છે. તેમના કાર્યથી પ્રભાવિત ગણિત ક્ષેત્રે થઈ રહેલા કામો માટે "રામાનુજન જર્નલ" ની સ્થાપના કરવામાં આવી છે.

તેમણે મેળવેલી સિદ્ધિઓ. 

૧) લૈંડો રામાનુજન સ્થિરાંક
૨) રામાનુજન સોલ્ડનર સ્થિરાંક
૩) રામાનુજન થીટા ફલન
૪) રોજર્સ રામાનુજન તત્સમક
૫) રામાનુજન અભાજ્ય
૬) કૃત્રિમ થીટા ફલન
૭) રામાનુજન યોગ

તેઓ હંમેશાં કહેતા હતા.
"મારા માટે ગણિતના એ સુત્રોનો કોઇ જ મતલબ નથી જેનાથી મને આધ્યાત્મિક વિચાર ન મળ્યા હોય."

તેમના જન્મ દિવસને 'રાષ્ટ્રીય ગણિત દિવસ' તરીકે મનાવવામાં આવે છે.


આ પણ જુઓ

બ્રેઈલ લિપિ અને લૂઇસ બ્રેઈલ | Louis Braille

Post a Comment

Previous Post Next Post