જય આદ્યશક્તિ આરતી - ગુજરાતી આરતી, જગદંબાની આરતી, jay aadhyashakti Aarti,

 જય આદ્યશક્તિ શુદ્ધ આરતી - ગુજરાતી 



જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડે મા,

જય હો જય હો મા જગદંબે

દ્વિતિયા બેઉ સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2)
બ્રહ્મા ગુણ તવ ગાએ (2) હરિ ગાએ હર મા,

જય હો જય હો મા જગદંબે

તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા ત્રિભુવન (2)
ત્રય થકી ત્રિવેણી (2) તું તારૂણી માતા 

જય હો જય હો મા જગદંબે

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા (2)
ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં

જય હો જય હો મા જગદંબે,

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)
પંચ દેવ ત્‍યાં સોહે (2) પંચે તત્‍વો મા

જય હો જય હો મા જગદંબે

ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (2)
નર નારી ના રૂપે (2)વ્‍યાપ્‍યાં સર્વેમા 

જય હો જય હો મા જગદંબે
 
સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા 

જય હો જય હો મા જગદંબે
 
અષ્ટમી અષ્ટભુજા આઈ આનંદા મા (2)
સુર નર મુનીવર જનમ્‍યાં (2) તિર્યગયોનિમા 

જય હો જય હો મા જગદંબે.

નવમી નવકુળ નાગ સેવે નવદુર્ગા મા સેવે (2)
નવરાત્રીના પૂજન, કી
ધાં હર બ્રહ્મા મા 

જય હો જય હો મા જગદંબે.

દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)

રામે રામ રમાડયા, (2) રાવણ રણમાં મા

જય હો જય હો મા જગદંબે


એકાદશી અધનાશિની કાત્‍યાયની કામા મા કાત્‍યાયની (2)

કામદુર્ગા કાલીકા (2) શ્‍યામાને રામા, 

જય હો જય હો મા જગદંબે

બારસે બાળારૂપ છો બહુચરી અંબા મા બહુચર (2)

બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા

જય હો જય હો મા જગદંબે

તેરશે તુળજા રૂપ તું તારૂણી મા, મા તું (2)
બ્રહમાવિષ્‍ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા 

જય હો જય હો મા જગદંબે

ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)
ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,
સિંહ વાહિની માતા, 

જય હો જય હો મા જગદંબે

પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)
વસિષ્ઠ મુનિએ વખાણ્‍યાં માર્કન્‍ડ મુનિએ વખાણ્‍યાં, ગાઈ શુભ કવિતા 

જય હો જય હો મા જગદંબે

સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)
સવંતસોળે પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,
મૈયા જમુના ને તીરે (2) 

જય હો જય હો મા જગદંબે

પછીથી ઉમેરાયેલી કડીઓ

ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી, 

જય હો જય હો મા જગદંબે

શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)
ભણે શિવાનંદ સ્‍વામી (2) સુખ સંપત્તિ થાશે.

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા બહુચર દુઃખ હરશે,

જય હો જય હો મા જગદંબે

ભાવ ન જાણુ ભક્‍તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2)
વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો (2) ચરણે સુખ દેવા 

જય હો જય હો મા જગદંબે

એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
ભોળા ભવાની ને ભજતાં (2)ભવ સાગર તરશો,

જય હો જય હો મા જગદંબે

માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2)
કુકડ કરે છે કિલ્લોલ (2) તુજ ચરણે માડી 

જય હો જય હો મા જગદંબે


યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્‍થિતા |
નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ||

કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારં |
સદા વસંતં હ્રદયારવિન્દે ભવંભવામી સહીતં નમામી ||

Post a Comment

Previous Post Next Post